22 June, 2012


      ફાઇલ્સની કોપી-ટ્રાન્સફર, ફટાફટ

હાઇ રેઝોલ્યુશન ફોટોગ્રાફ્સ, મ્યુઝિક ફાઇલ્સ કે બીજા કોઈ પ્રકારની હેવી ફાઇલ્સ ધરાવતાં ફોલ્ડર એક કમ્પ્યુટરમાંથી બીજામાકે એક ડ્રાઇવમાંથી બીજીમાં ટ્રાન્સફર કરવાનું કામ સામાન્ય રીતે સારો એવો સમય માગી લેતું કામ છે.

આનો એક સહેલો ઉપાય છે ટેરા કોપી નામનો એક નાનકડો પ્રોગ્રામ.

પ્રોગ્રામ કમ્પ્યુટર સિસ્ટમનો સિક ટાઇમ ઘડાટવા માટે તેનાં બફર્સને ડાયનેમિકલી એડજસ્ટ કરે છે.   પ્રોગ્રામ મેક્સિમમ પોસિબલ સ્પીડ સાથે ફાઇલ્સ કે ફોલ્ડર્સ કોપી કરીને મૂવ કરે છે. જોકે એની ખૂબી માત્ર ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ટ્રાન્સફર પૂરતી સીમિત નથી. ફાઇલ કોપી કરવાની પ્રોસેસ શરૂ થાય ત્યારે પ્રોગ્રામ સિસ્ટમની દૃષ્ટિએ બેડફાઇલ્સને અલગ તારવી લે છે અને ટ્રાન્સફરનુકામ પૂરું થાય ત્યારે તમને બતાવે છે ફાઇલ્સમાં ગરબડ છે, તમારે કંઈક કરવાની જરૂર છે. વિન્ડોઝમાં સામાન્ય રીતે કોપી-ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ હોય અને કોઈ બેડફાઇલ આવી જાય તો પ્રક્રિયા અધવચ્ચે અટકી પડે અને બાકીની કોઈ ફાઇલ ટ્રાન્સફર થાય નહીં. ટેરા કોપીમાઆવી ચિંતા રહેતી નથી. એટલે કે કોઈ ફાઇલ ધરાર કોપી થવાની ના પાડતી હોય તો ટેરાકોપી પણ સામે એટલી ધીરજથી ફાઇલને રીકવર કરવાની પૂરતી કોશિશ કરે છે, છતાં ફાઇલ કોપી થાય તો એને બાજુએ રાખીને પછી બાકીનું કામ ચીવટથી પૂરું કરે છે.

ટેરાકોપીમાં તમને જે તે ફોલ્ડરમાંથી કોપી કે કટ થઈને મૂવ થતી બધી ફાઇલનું આખું લિસ્ટ પણ જોવા મળે છે, જેથી પ્રક્રિયાને અંતે કેટલી અને કઈ કઈ ફાઇલ ટ્રાન્સફર થઈ અને કેટલી અટકી જોઈ શકાય. ટ્રાન્સફરને અંતે તમે પ્રોગ્રામને ટ્રાન્સફર વેરીફાઇ કરવાનો હુકમ પણ આપી શકો છો.

વધુ એક ખૂબી વાતની છે કે મોટો ડેટા ટ્રાન્સફર થતો હોય અને વચ્ચે બીજું કોઈ અગત્યનું કામ આવી પડ્યું, જેને માટે તમારી સિસ્ટમ કોઈ ભાર વિના સ્મૂધ ચાલે જરૂરી હોય તો તમે ટેરાકોપીમાં ચાલતી ટ્રાન્સફરની પ્રક્રિયા વચ્ચેથી પોઝ કરી શકો છો અને બીજું કામ પતે ત્યારે તેને રીઝ્યુમ કરી શકો છો. ટેરાકોપીમાં ફૂલ યુનિકોડ સપોર્ટ છે એટલે તમે કોઈ ફાઇલને યુનિકોડ ફોન્ટથી નામ આપ્યું હોય તોય કોઈ પ્રોબ્લેમ ઊભો થતો નથી (તમે કોઈ ફાઇલને ગુજરાતીમાં નામ આપ્યું હોય તો તેને સીડી પર લેવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે).



No comments: